ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો



ડીસાના ગવાડી વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં ગાળો બોલતા હોઈ સ્થાનિક ઇસમે જાહેરમાં ગાળો બોલવાની ના પાડી હતી.તેથી આ ઈસમો ઉશ્કેરાઈ જઈ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ડીસાના વડલા ગવાડી વિસ્તાર ખાતે રહેતા ઇકબાલભાઈ ફકીરમહંમદ નાગોરી મજૂરી કરી પરિવારનો નિર્વાહ કરે છે. ગત રોજ તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન કાળું યુસુફ શેખ, આસિફ નેનાભાઈ શેખ, રહીમ ઇબ્રાહિમ શેખ અને સાની જાવેદ શેખ હાથમાં ધોકા અને હોકી લઈ ત્યાંથી નીકળેલ અને જાહેરમાં મનફાવે તેમ મહંમદપુરા વડલા વિસ્તાર વિશે બોલતા હતા.