બનાસકાંઠાના ૬ તાલુકાના ખેડૂતોનું અખાત્રીજથી આંદોલનનું રણશીંગુ



કાંકરેજ,ભાભર- દિયોદર, વાવ- થરાદ અને લાખણી તાલુકાના ખેડૂતો નર્મદાની સુજલામ સુફલામ કેનાલ ઉપર ર્નિભર છે. તેમછતાં સરકારની ખાતરી છતાં કેનાલમાં પાણી ન છોડાતા છેતરાયાનો અહેસાસ અનુભવતા ખેડૂતોએ આગામી અખાત્રીજથી આંદોલનનું રણશીંગુ ફૂંકયું છે. સુજલામ સુફલામ કેનાલમાં ૧૦ દિવસ માટે પાણી છોડવાની જાહેરાત કરાઈ હતી પણ માત્ર ૮ દિવસ માટે જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઈ જતા ખેડૂતોને ભર ઉનાળે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગતરોજ ખેડૂતો એકઠા થઈને ફરી કેનાલમાં પાણી મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.