થરાદમાં શેણલનગર સોસાયટીમાં રહેતા એક શ્રમજીવીપરિવારના છાપરે આક્સ્મિક આગ લાગતાં તમામ ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. દોડલ થરાદ નગરપાલિકાની ટીમે આગતો હોલવી હતી.પરંતુ પરિવારને ભારે નુકશાન થવા પામ્યું હતું. પ્રાપ્ય માહિતી મુજબ થરાદની શેણલનગર સોસયટી પાસે ખેતરમાં ભાગિયા તરીકે રહેતા ઠાકોર છગનભાઇ કમાભાઈના ઘરે લગન પ્રસંગ હોઇ મંડપ બાંધવામાં આવ્યો હતો.
