છેવાડાના ગામડાના શિક્ષિત બેરોજગારોની ઘરે બેઠાં નોંધણી થશે

 


બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી માટે રોજગાર કચેરીમાં નામ નોંધાવવા છેક પાલનપુર સુધી લાંબા થવું ન પડે અને ધક્કા ખાવા ન પડે તે માટે કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જેમાં હવે ગ્રામ્ય કક્ષાએ તલાટી દ્વારા જ રોજગારી વાંચ્છુક શિક્ષિત બેરોજગાર યુવાનોની નોંધણી કરશે.