બનાસ નદીના પટમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી ૧૦ ડમ્પર અને એક હિટાચી મશીન ઝડપાયું



બનાસકાંઠા ભુસ્તરશાસ્ત્રી દ્વારા વધુ ખનીજ ચોરી કરતા તત્વો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે કાંકરેજ તાલુકાના રૂપપુરા થળી પાસે બનાસ નદીના પટમાંથી રોયલ્ટી ચોરી કરતા ૧૦ ડમ્પર અને એક હિટાચી મશીન સહિત કુલ રૂ.૨.૫૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જાેષીના માર્ગદર્શન હેઠળ બનાસ કાંઠાની ટીમ દ્વારા ગત તા.૫/૫/૨૦૨૨ ના રોજ ફરી એક વાર ખાનગી વાહનથી વહેલી સવારના આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.