થરાદ,
શનિવારની રાત્રે થરાદ પોલીસે રાજસ્થાનના શખ્સને ઉંટલારીમાં ગવારની ફોતરી નીચે વિદેશી દારૂની 600 બોટલ સાથે ગુજરાતમાં આવતો ઝડપી લીધો હતો. પોલીસે ઉંટલારીને ઝડપી તેમાં રહેલી 17 પેટીમાંથી રૂ. 57480ની 600 બોટલ વિદેશી દારૂ કબજે લીધો હતો. તેમજ 10,000ની ઉંટલારી અને 50૦નો મોબાઇલ મળીને કુલ રૂ. 67,980નો મુદ્દામાલ કબજે લઇ ઉદારામ આસુરા વિશ્નોઇ (ખીચડ) (રહે.સેડીયા,તા.સાંચોર,જી.જાલોર-રાજસ્થાન) અને દારૂ ભરાવનાર સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે આ જથ્થો ક્યાંથી ભરેલ હતો અને કોને આપવાનો હતો તે અંગેની પોલીસ પુછપરછમાં આ દારૂ તેણે માખુપુરથી અડધો કિ.મી. એક ખુલ્લા ખેતરમાંથી કિશનારામ ભગવાનારામ વિશ્નોઇ (રહે.ખારા,તા.સાંચોર,જી.જાલોર-રાજસ્થાન)એ ભરેલ હોવાનો અને સુઇગામથી પાંચ કિમી દુર તેનો માણસ આવીને લારી ઓળખીને મુદ્દામાલ લઇ જશે તેમ જણાવ્યું હતું.
