થરાદના ભલાસરામાં બે દિવસમાં ૫૦ એકર દબાણ ખુલ્લા કરવામાં આવ્યા

 


થરાદના ભલાસરામાં લોકો દ્વારા પંચાયતની ગામતળ અને ગૌચરની જમીનમાં દસેક વર્ષથી દબાણો કરવામાં આવ્યાં હતાં. આથી ખેડુતોને ચાલવામાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગે ગ્રામપંચાયતના સરપંચ કરશનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગ્રામપંચાયતને દબાણ દુર કરાવવાની તાકીદ કરવામાં આવી હતી. આથી ગ્રામપંચાયત દ્વારા બુધ અને ગુરુવારના રોજ કાર્યક્રમ બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જાે કે અમુક દબાણદારોએ પંચાયતની નોટીસના પગલે ફફડીને પોતાનાં દબાણો સ્વૈચ્છિક દુર કરી દીધાં હતાં.