ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પાટણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, રાણકીવાવને દુલ્હનની જેમ રોશનીથી સજાવાઇ
પાટણ,
ઐતિહાસિક નગરી પાટણ શહેરના આંગણે આજે ગુજરાતના ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અને યાદગાર બનાવવા જિલ્લા પ્રશાસન સહિત આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લી ઘડીએ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી પાટણના આંગણે આયોજિત કરાયેલા ગુજરાત ગૌરવ દિવસના ઉપલક્ષ્યમાં વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને દુલ્હનની જેમ રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને રંગબેરંગી રોશનીનો સાંજ સજ્જતા દેદીપ્યમાન બની હતી. વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને રોશનીથી ઝગમગતી જોવા પાટણ શહેર સહિત આજુબાજુના લોકો પણ અધીરા બની રાણકીવાવ પરીસર ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે કેટલા લોકોએ રાણકીવાવ નિહાળી હતી તો કેટલાકને નિહાળવા મળી નહોતી અને ધક્કો પડતા નિરાશા વ્યાપી હતી. આ ઉપરાંત ગુજરાત સ્થાપના દિન પૂર્વ સંધ્યાએ નરેશ મહેશ હિટ સોંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ લોકોના મનોરંજન માટે નરેશ મહેશ હિટ સોંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ધારાસભ્ય હિતુ કનોડિયા અને મનોથીબા સહિતની ટીમ દ્વારા ભવ્ય નરેશ મહેશના ગીતો ડાન્સ સાથે રજૂ કરી નરેશ મહેશની યાદો તાજી કરી હતી.