વાવ
વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા ગામમાં સોમવારે સુમારે 2.20 વાગ્યાની આસપાસ બ્રાહ્મણવાસમાં અલગ અલગ પાંચ જગ્યાએ વીજળીનાં વાયરોથી સોર્ટસર્કિટ થતાં બાવળની વાડમાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જે થી બ્રાહ્મણ વાંકજીભાઈ નાનજીભાઈને તો ઘરવઘરી જેવી કે ગોદડાં, ખાટલા, સહિત ચાર હજાર જુવારનાં પુળા બળી જવાથી મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
સોમવારે બપોરના સમયે બ્રાહ્મણ પબાભાઈ નીલાભાઈનાં ઘરની બાજુમાં આવેલ વીજળીનાં થાંભલા પાસેથી ઉપર આવેલ વિજવાયરોથી સોર્ટસર્કિટ થતાં વધુ પડતો પવન ફૂંકાતો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને માત્ર 30 મિનિટમાં જ અલગ અલગ ચાર જગ્યાએ રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જોકે ત્રણ જગ્યાએ વાડમાં બ્રાહ્મણ પબાભાઈ નીલાભાઈ, બ્રાહ્મણ અમીરામભાઈ કરશનભાઈ, બ્રાહ્મણ અજોતીબેન નાનજીભાઈ વિકરાળ આગ લાગી હતી, ચાર કલાકની ભારે જહેમત બાદ થરાદ નગરપાલિકાની ફાયરફાઈટની ટીમ દ્વારા ઝડપી સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી,જીઈબીની ટીમ સહિત ઢીમા ગ્રામપંચાયતનાં તલાટીએ પંચનામું કરીને વાવ મામલતદાર સહિત તાલુકા કક્ષાએ મોકલી આપ્યું હોવાનું જણાવ્યું હતું.
