તાજમહેલના રહસ્ય પરથી પડદો ઊંચકાશે : તાજમહેલના 22 બંધ રૂમોની ASI પાસે તપાસ કરાવવા અરજી દાખલ

 


  • તાજમહેલ એક પ્રાચીન શિવ મંદિર ‘તેજો મહાલય’....
  • તાજમહેલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનો દાવો....
  • તાજમહેલના બંધ રૂમો ખોલવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી...

ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તાજમહેલના 22 બંધ રૂમોને ખોલીને તેની ASI તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવીને ASI આ મામલે પોતાનો રિપોર્ટ સોંપે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તાજમહેલના આ બંધ રૂમોમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. એવામાં ASI પહેલા રૂમ ખોલાવડાવે અને પછી તેની તપાસ કરીને રિપોર્ટ સોંપે. આ અરજી ડૉ રજનીશ સિંહે દાખલ કરી છે. ડૉ રજનીશ પોતાને ભાજપના અયોધ્યા યુનિટના સોશિયલ મીડિયાના પ્રભારી હોવાનો દાવો કરે છે. તેમનું માનવું છે કે, આ બાબતે સ્પષ્ટતાની આવશ્યક્તા છે. જેથી તાજમહેલના ઈતિહાસ સંદર્ભે વિવાદોનો અંત આવી શકે. એડવોકેટ રૂદ્ર વિક્રમ સિંહ થકી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અનેક હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાય સમયથી આ દાવો કરી રહ્યા છે કે, તાજમહેલ એક પ્રાચીન શિવ મંદિર છે. જે તેજો મહાલયના નામે ઓળખાતુ હતુ અને પછી તે તાજમહેલ બની ગયો. જ્યારે ઈતિહાસમાં કહેવાય છે કે, આ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવેલી પ્રેમની નિશાની છે.