થરાદ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા યુવરાજ સિંહ જાડેજા પર પોલીસ દ્વારા લગાડેલ ધારાઓ પરત ખેંચવામાં આવે અને જરૂરી Summary ભરી તેમને તાત્કાલિક રિલીઝ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું
થરાદ, અહેવાલ: ભરતસિંહ રાજપૂત
આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થરાદ પ્રાંત ઓફીસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે યુવરાજસિંહ જાડેજા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને યુવરાજ સિંહ પર IPC 307 અને 332 જેવી ગંભીર ધારાઓ લગાડવામાં આવી અને ત્યારબાદ સાબરમતી જેલ ખાતે યુવરાજ સિંહ ને મોકલી આપવામાં આવેલ આક્રોશ અને વેદના ની લાગણી સાથે જણાવવા માંગીયે છીએ કે , યુવરાજ સિંહ પર લગાડવા માં આવેલ બન્ને ધારાઓ રાજકીય અને પ્રશાસનિક કિન્નાખોરી નું જીવતો જાગતો ઉદાહરણ છે . મીડિયા માં આવેલા વિડિઓ ફૂટેજ માં સ્પષ્ટ જોવા મળે છે કે , એક પોલીસ કર્મી યુવરાજસિંહ ને રોકવા એની ગાડી ની બોનટ પર ચઢી જાય છે , યુવરાજસિંહ ના કારણે કોઈ વ્યક્તિ ને ઈજા પહોંચડાવમાં આવી નથી . તો આ પ્રકાર ની ધારાઓ શા માટે ? યુવરાજ સિંહ એ છેલ્લા ઘણા સમય થી સરકારી પરીક્ષાઓ માં થતી ગેરરીતિઓ ને મીડિયા ના માધ્યમ થી ખુલ્લી પાડી છે અને આ પ્રકાર નું સન્માનીય કાર્ય કરી ને લાખો યુવાઓના ભવિષ્ય ને અંધકાર માં ડુબતું બચાવ્યું છે . યુવરાજ સિંહ ની ધરપકડ પકડ બાદ સમગ્ર ગુજરાત માં અને ખાસ કરીને યુવાઓ માં રોષ ની લાગણી છે માટે તેમને જરૂરી Summary ભરી ને તાત્કાલિક રિલીઝ કરવામાં આવે તેમજ તેમના પર લગાડેલ ધારાઓ પરત ખેંચવામાં આવે યુવરાજ સિંહ ને રિલીઝ કરવામાં નહીં આવે તો તેમની સાથે અન્યાય થયો ગણાશે અને અમે યુવરાજ સિંહ ના સમર્થન માં ન્યાય માટે તમામ પ્રકારની લડત આપીશું તેવું
