રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, જેમને ગુજરાતનું શિક્ષણ ના ગમતું હોય તો તેઓ અન્ય રાજ્યમાં શિક્ષણ મેળવે તેના બાદ રાજ્યના યુવાનોમાં રોષ ફેલાયો હતો. જેને લઇ પાલનપુર ખાતે રવિવારે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પૂતળું બનાવી એરોમા સર્કલ સુધી રેલી યોજી હતી. પરંતુ પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.એનએસયુઆઈના જિલ્લા મહામંત્રી ઈશ્વરભાઈ ડામોરએ આક્ષેપ સાથે જણાવ્યું હતું રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજીનામું નહીં આપે તો ન છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી ન ઉચ્ચારી હતી.
