થરાદમાં યોજાઇ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓની NMMS પરીક્ષા


 થરાદ, બનાસકાંઠા. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી


થરાદ ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની N.M.M.S ની પરીક્ષા યોજાઈ.શ્રી ગાયત્રી વિદ્યાલય અને જનતા હાઇસ્કુલ ખાતે પરીક્ષા હતી.તાલુકા તેમજ શહેરી વિસ્તારમાંથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વર્ગ ખંડોમાં ગોઠવાયા હતા.વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે રાજ્ય સરકારે આ પરીક્ષાનો નિર્ણય લીધો છે.શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે યુનિટ એક અને બે મળી કુલ 870 વિદ્યાર્થીઓએ cctv કેમેરા ની બાજ નજર માં પરીક્ષા આપી છે.N.M.M.S ની પરીક્ષામાં મેરીટ પામેલા વિદ્યાર્થીઓ ને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 સુધી રૂપિયા 12 હજાર/વર્ષ ની સિસ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે