શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી

 


મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ની બહાર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હડતાળ કરી રહેલા કર્મચારીઓ દ્વારા ઘેરાવ કરવામાં આવતા ચપ્પલ ફેંકવા અને તેમના પર કથિત રીતે મારપીટ કરવાના મુદ્દે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ખુલીને સામે આવ્યા છે. સીએમ મમતા બેનર્જીએ શનિવારે સવારે ટ્વીટ કરીને શરદ પવારના ઘર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને સમર્થન આપીને આક્રમણખોરો સામે કડક કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. આ ઘટનાને લઈને ફરી ભાજપ પર નિશાન સાધતા વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે પોલીસે પ્રદર્શનના મામલામાં 103 લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને તમામની ધરપકડ કરવામાં આવી છે, આજે તેમને કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ મામલો હવે રાજકીય રંગ પણ લેવા લાગ્યો છે અને ભાજપ વિરોધી પાર્ટીઓ આ મુદ્દે શરદ