મુખ્ય સામગ્રી પર જાઓ
LSG vs DC હાઇલાઇટ્સ, IPL 2022: ડી કોક ચમક્યો કારણ કે લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું

- IPL 2022 લાઇવ સ્કોર, LSG vs DC: લખનૌ સુપર જાયન્ટ્સે તેમની જીતની દોડ ચાલુ રાખી – તેને ત્રણ જીત સુધી લંબાવીને દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું.
- ૮૦ રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામેની આઇપીએલ ટી-૨૦ જીતી લીધી હતી. લખનઉનો આ સતત ત્રીજો વિજય હતો. જ્યારે દિલ્હીની ટીમને ત્રીજી મેચમાં બીજી હારનો સામનો કરવો પડયો હતો. જીતવા માટેના ૧૫૦ના ટાર્ગેટને લખનઉએ ૧૯.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. લખનઉને જીતવા આખરી ઓવરમાં પાંચ રનની જરુર હતી, ત્યારે શાર્દૂલે પહેલા જ બોલે હૂડાને આઉટ કર્યો હતો. જોકે બાડોની(૩ બોલમાં ૧૦ રન)એ એક ડોટ બોલ બાદ ચોગ્ગો ફટકારતાં સ્કોર બરોબરી પર આવી ગયો હતો. જે પછી તેણે વિજયી સિક્સર ફટકારી હતી. કૃણાલ ૧૪ બોલમાં ૧૯ રને નોટઆઉટ હતો.
- જીતવા માટેના ૧૫૦ના ટાર્ગેટનો પીછો કરતાં લખનઉ તરફથી રાહુલ (૨૫ બોલમાં ૨૪) અને ડી કૉકની જોડીએ ૫૮ બોલમાં ૭૩ રન ફટકાર્યા હતા. કુલદીપે રાહુલ ને અને લલિત યાદવે લુઈસ (૫)ને સસ્તામાં આઉટ કર્યા હતા. કુલદીપે ડી કૉકને ૮૦ રને સરફરાઝના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. હૂડા અને કૃણાલની જોડીએ સ્કોરને ૧૯ બોલમાં ૨૩ રન જોડયા હતા.
- ઓપનર પૃથ્વી શૉના ૩૪ બોલમાં ૬૧ રન બાદ કેપ્ટન પંત અને સરફરાઝ વચ્ચેની ૫૭ બોલમાં અણનમ ૭૫ રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે ૧૫૦ રનનો પડકાર આપ્યો હતો. લખનઉના બોલરોએ સરકારક દેખાવ કરતાં દિલ્હીના બેટ્સમેનો પર પ્રભાવ પાડયો હતો. બિશ્નોઈએ ૨૨ રનમાં બે વિકેટ ઝડપી હતી.
- ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ ટી-૨૦માં લખનઉના કેપ્ટન કે.એલ. રાહુલે ટોસ જીતીને પ્રથમ દિલ્હીને બેટિંગમાં ઉતાર્યું હતુ. પૃથ્વી શૉએ ઝંઝાવાતી પ્રારંભ કરતાં ૩૪ બોલમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૧ રન ફટકાર્યા હતા. તેની અને વોર્નર વચ્ચેની ૪૫ બોલમાં ૬૭ રનની ભાગીદારીમાં શૉના ૬૧ રન હતા.
- ગોવ્થમે શૉને આઉટ કરતાં દિલ્હીને ફટકો પહોંચાડયો હતો. વોર્નર તેની પહેલી મેચમાં કમાલ કરી શક્યો નહતો અને માત્ર ૪ રને બિશ્નોઈનો શિકાર બન્યો હતો. બિશ્નોઈએ ત્યાર બાદ પોવેલને પણ ૩ રને આઉટ કરતાં દિલ્હીએ ૭ રનના ગાળામાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
- જોકે કેપ્ટન રિષભ પંત અને સરફરાઝ ખાને વિકેટ પતન અટકાવતા સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતુ. પંતે ૩૬ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૩૯ રન કર્યા હતા. જ્યારે સરફરાઝે ૨૮ બોલમાં ત્રણ ચોગ્ગા સાથે અણનમ ૩૬ રન કર્યા હતા.