શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આપવા માં આવશે સ્કોલર વિધાર્થીઓ ને JEE અને NEET નું વિના મૂલ્યે કોચિંગ
થરાદ,
JEE અને NEETની પરીક્ષા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે પાસ કરવી જરૂરી બની ગયું છે. વિધાર્થીઓ ફી ભરી અને JEE અને NEETની પરીક્ષા ની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસ માં જતાં હોય છે. પણ હવે થરાદ શહેરમાં વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ પરીક્ષા પાસ કરનાર સ્કોલર વિદ્યાર્થીઓને JEE અને NEETની પરીક્ષાની તૈયારી માટે કયાંય જવાની જરૂર નથી કારણ કે થરાદમાં આવેલ શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે વિજ્ઞાન પ્રવાહના સ્કોલર વિદ્યાર્થીઓ માટે તા. 19-04-2022થી તદ્દન મફત JEE અને NEETની પરીક્ષા માટે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યા છે, જે માં વાવ થરાદ વિસ્તારના ઓછી આવક ધરાવતા વિદ્યાથીઓને કોચિંગ ક્લાસની ફીની પરેશાની માંથી છુટકારો મળી શકે છે, તથા વિષય નિષ્ણાંત/તજજ્ઞ અને અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવશે શિક્ષણ. આ સંપૂર્ણ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ડૉ. આર. વી. પટેલ સાહેબ તથા શાળાના વિજ્ઞાન પ્રવાહના ઉત્સાહી શિક્ષકોં દ્વારા કરવામાં આવ્યું છે.

