
આઇપીએલમાં 21 હેટ્રિકમાંથી 12 ભારતીય બોલરે 15 હેટ્રિક નોંધાવી છે...
અમદાવાદ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સોમવારે રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલે શાનદાર બોલિંગ કરીને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હેટ્રિક લીધી હતી. તેણે 40 રન આપીને પાંચ વિકેટ ઝડપીને રાજસ્થાનને સાત રનથી રોમાંચક વિજય અપાવ્યો હતો. આઇપીએલના ઇતિહાસમાં આ 21મી હેટ્રિક હતી. જેમાં ભારતના યુવરાજસિંઘે ત્રણ તથા અમિત મિશ્રાએ બે વાર હેટ્રિક લીધી છે. કુલ 12 ભારતીય બોલરે 15 વખત હેટ્રિક નોંધાવી છે. આઇપીએલમાં હેટ્રિક લેનારા ભારતીય બોલર.
રાજસ્થાન માટે ત્રણ બોલરે મેચમાં પાંચ વિકેટ ખેરવી છે
યુઝવેન્દ્રસિંહ ચહલે સોમવારે કોલકાતા સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોઈ બોલરે પાંચ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હોય તેવો આ 25મો પ્રસંગ હતો. જેમાં જયદેવ ઉનડકટ અને જેમ્સ ફોકનરે બે બે વખત મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ચહલ આમ કરનારો રાજસ્થાન રોયલ્સનો માત્ર ત્રીજો બોલર બન્યો હતો. જેમ્સ ફોકનરે બે વખત પાંચ વિકેટ ખેરવી છે આમ રાજસ્થાન માટે કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હોય તેવો આ ચોથો પ્રસંગ છે. રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારા બોલર આ મુજબ છે.
બોલર વિકેટ વિરુદ્ધ સ્થળ તારીખ
સોહૈલ તનવીર 6/14 ચેન્નાઈ જયપુર 4-5-2008
જેમ્સ ફોકનર 5/16 હૈદરાબાદ હૈદરાબાદ 17-5-2013
જેમ્સ ફોકનર 5/20 હૈદરાબાદ જયપુર 27-4-2013
યુઝવેન્દ્રસિંહ ચહલ 4/40 કોલકાતા મુંબઈ 18-4-2022