GUJCET ની પરીક્ષામાં વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળી આવતા જાહેરનામા ભંગની કાર્યવાહી

 


અમદાવાદ,

સેટેલાઈટની આર.એચ.કાપડિયા સ્કૂલમાં ગુજકેટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસેથી મોબાઈલ ફોન મળ્યો હતો. બનાવ અંગે સેટેલાઈટ પોલીસે સ્કૂલ સત્તાવાળાઓની ફરિયાદ આધારે વિદ્યાર્થી સામે જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી હતી. પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન લઈ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સામે જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. જેના પગલે એચએસસી બોર્ડની પરીક્ષામાં પાલડીની સ્કૂલમાં વિધાર્થી પાસેથી મોબાઈલ ફોન પકડાતા ફરિયાદ થઈ હતી. આજ રીતે ગુજકેટની પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થી પાસેથી સોમવારે સવારે મોબાઈલ ફોન પકડાયો હતો. બનાવ અંગે સ્કૂલ સત્તાવાળાઓએ નિયમ મુજબ ફરિયાદ કરતા કાર્યવાહી થઈ હતી.