શ્રી ગુલાબસિંહ રાજપુત થરાદ ધારાસભ્યએ CM શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળીને થરાદ વાવ અને સૂઇગામમાં પિયત પાણી આપવા રજૂઆત કરી

થરાદ, બનાસકાંઠા
ઉનાળાની શરૂઆત થતાંની સાથે છેવાડાના વિસ્તાર થરાદ વાવ અને સુઇગામમાં પાણીની સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ છે, ઉનાળું પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલું છે. પરંતુ સિંચાઈના પાણીના અભાવે આ પાક પણ નાશ પામે તેમ છે. સાથે સાથે ઘાસચારાના અભાવે પશુઓના મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે, હાલમાં નર્મદા ડેમમાં ઐતિહાસિક સ્તરે પાણી હોવા છતાં પાણી ન મળવાના કારણે ઉભા પાક સુકાઈ રહ્યા છે. ત્યારે થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા સીએમ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળીને નર્મદા ડેમમાંથી થરાદ વાવ સુઈગામને આપવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. સીએમને આપેલ રજૂઆતમાં તેમણે લખ્યું હતું કે "આ સપ્તાહમાં થરાદ વાવ સુઇગામ ને પાણી આપવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે" વધુમાં તેમણે ઉમેર્યું હતું કે " સરકારે સંવેદના દાખવીને તાત્કાલિક ધોરણે પાણી ચાલુ કરે અને જો બે દિવસમાં નિર્ણય નહિ લેવામાં આવે તો આગામી સમયમાં દેશના વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસકાંઠા આવશે ત્યારે ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તો તાત્કાલિક ધોરણે પ્રજાના હિત માટે પાણી ચાલુ કરવા માટે નમ્ર અપીલ"
