વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ લોખંડના સળિયાથી હુમલો, ઘટના CCTVમાં કેદ

 

વાવ, 

ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં એક શખસે ચાલુ પરીક્ષાએ વિધાર્થી ઉપર લોખંડના સળિયા થી હુમલો કર્યો હતો. બે છાત્ર વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખી થયેલા હુમલાની ઘટનામાં વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે પંદર દિવસ પહેલાં સામાન્ય બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખી રાજપૂત કરશને તેના પુત્રનું ઉપરાણું લઈ આવી યોગેશ ભાઈ અમિરામભાઈને ચાલુ કલાસમાં ઘૂસી જઈ ઇજા પહોંચાડી હતી. વધુ મારમાંથી ફરજ પરના હાજર શિક્ષક આર.એલ. માળીએ છોડાવતા પેપર છોડી યોગેશ ઘરે દોડી ગયો હતો. આરોપી કરસનભાઇ સુજાભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઢીમાના બહુચર્ચિત એસ.કે.મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. તેમજ વાવ પોસ્ટ અન્ય ગુન્હાઓ પણ નોંધાયેલ છે. વાવ કોર્ટે અગાઉ પણ એક ક્રિમિનલ કેશ નંબર 89/12માં તારીખ 31/05/2017ના રોજ ઇ.પી. કો. કલમ 323માં તકસીરવાન ઠેરવી ચાર માસની સાદી કેદ તથા ભોગ બનનાર મુળાભાઈ પટેલને 1000 રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.