લાખણી,
લાખણીના રામનગર વિસ્તારમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી રહીશોના હાથ-પગ ઝકડાવા અને સાંધોની બિમારી જેવાં શંકાસ્પદ લક્ષણો દેખાતાં શનિવારે જીલ્લાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ બિમારી ચિકનગુનિયાની જણાવી દર્દીઓને આરોગ્યલક્ષી સલાહસૂચન કર્યાં હતાં.
લાખણીમાં શ્રમજીવી પરિવારનો વસવાટ ધરાવતા રામનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દર્દીઓ હાથ-પગના સાંધા ઝકડાવાની અને તાવ, માથાના દુઃખાવા જેવી શંકાસ્પદ બિમારીઓમાં સપડાતાં લાખણી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કેટલાક શંકાસ્પદ દર્દીઓનાં સેમ્પલ લઇને જીલ્લાસ્તરે મુકવામાં આવ્યાં હતાં. જેને પગલે શનિવારે જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમે રામનગર વિસ્તારની મુલાકાત લીધી હતી અને ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે આ બિમારી ચિકનગુનિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ટીમ દ્વારા ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા દર્દીઓને લાખણીની સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ પ્રમાણમાં પાણી પીવાની અને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ મચ્છરોના ડંખથી બચવા માટે મચ્છરદાની અને ધુપસળી સહિતના ઉપાયો અપનાવવાના પણ સુચન કરવામાં આવ્યાં હતાં. લાખણી પંથકમાં ચિકનગુનિયા બીમારીએ માથું ઉંચકતા સ્થાનિક લોકો અને આરોગ્ય વિભાગને સતર્ક બનવું જરૂરી બન્યું છે.
x
x
x
