વર્લ્ડ નંબર વન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે કોવિડ વિરોધી વેક્સીન નથી લીધી છતા તે આગામી જૂન મહિનામાં વિમ્બલ્ડનમાં રમી શકશે, કારણ કે બ્રિટનમાં પ્રવેશનાર વ્યકિત માટે હવે વેક્સીન ફરજીયાત નથી. દરમિયાન ૨૦ ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકેલો રોજર ફેડરર ઘૂંટણની સર્જરી બાદ ફરી સ્પર્ધાત્મક ટેનીસ રમવા આવી રહ્યો છે. તેણે પચીસમી ઓકટોબરે શરૂ થતી સ્વિસ ઈન્ડોર્સ ટુર્નામેન્ટમાં રમવા વિશેના પેપર્સ સાઈન કર્યા છે.
