મુંબઈ,
આલિયા ભટ્ટ અને ભાવિ સાસુ નીતુ કપૂર વચ્ચેના બોંડિંગની ચર્ચા સમગ્ર બોલીવુડમાં છે. તાજેતરમાં જ નીતુએ આલિયાને રણબીર માટે સૌથી લાયક જીવનસાથી ગણાવી હતી.
રણબીર અને અલીયાના લગ્નની તૈયારીમાં પણ આ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આમ બહુ લાંબા સમયથી ચર્ચાતાં પરંતુ હાલ બહુ શોર્ટ નોટિસ પર યોજાઈ રહેલાં લગ્નની તૈયારી માં આલિયા અને સાસુ નીતુ ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે.
આલિયા માટે એક પ્રખ્યાત ડ્રેસ ડિઝાઈનેરના લહેંગાની પસંદગીમાં પણ નીતુએ મદદ કરી હતી. બીજી તરફ આલિયાએ પણ સાસુને લગ્ન દિવસનો લૂક નક્કી કરવા માટે સજેશન્સ આપ્યાં છે.
નીતુ કપૂરનાં બાંદ્રા ખાતેના ઘરેથી તમામ તૈયારીઓ થઈ રહી છે. આલિયા પણ અહીંથી તમામ તૈયારીમાં સાસુનો સાથ આપી રહી છે. લગ્ન બહુ નજીકના લોકોની હાજરીમાં પાર પાડવાના હોવાથી ઘરના સભ્યો જ સાથે મળીને નાની મોટી બાબતો નક્કી કરી રહ્યાં છે.
આ બધી ભાગદોડ વચ્ચે રણબીર હાલ લવ રંજનની એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ મુંબઇના આરે કોલોની વિસ્તારમાં ચાલી રહ્યું હોવાથી રણબીરે આવવા જવામાં બહુ સમય ન વેડફાયએ માટે ગોરેગાંવમાં એક હોટેલમાં જ રોકાવાનું પસંદ કર્યું છે.
જોકે બે દિવસના શૂટિંગ બાદ રણબીર લગ્ન સંબંધિત ઈવેન્ટ્સમાં વ્યસ્ત થઈ જશે.
રણબીર અને આલિયા સમગ્ર બૉલીવુડ માટે ગ્રાન્ડ રિસેપશન યોજવાના છે. એ માટે સજાવટ અને બીજી વ્યવસ્થા નક્કી કરવા હોટેલ પર જવામાં રણબીરે અલિયાનો સાથ આપ્યો હતો.
