થરાદ તાલુકાના જમડા ગામના યુવાનો એ એક અલગ મોહીમ ચલાવી માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું

 


થરાદ,. અહેવાલ: દેવરાભાઈ મિસ્ત્રી


દરેક વ્યક્તિના ઘેર લગન જેવા અનેક પ્રસંગોમાં પોતાના ઘેર બનાવેલી મીઠાઈ સહિત અન્ય વસ્તુઓ નો બગાડ થતો હોય છે ત્યારે થરાદ તાલુકાના જમડા ગામના રાજપૂત સમાજના યુવાનો દ્વારા એક અલગ મોહીમ ચલાવવામાં આવી રહી છે જેમાં થરાદ તાલુકામાં ગમે તે જગ્યાએ જમણવાર પ્રસંગ હોય અને વસ્તુ વધે ત્યારે યુવાનોએ જણાવ્યું હતું કે અમારો કોન્ટેક કરો અને અમે જરૂરિયાત વ્યક્તિ સુધી વધેલી ચીજ પહોંચાડીશું ત્યારે આજે રમેશભાઈ રાજપુત ભરતભાઈ રાજપુત રમેશભાઈ એમ રાજપુત ની ટીમને વાવ તાલુકામાંથી કોલ મળતા ત્યાં જઈ પોતાના ર્વ ખર્ચે ગાડી લઈ થરાદમાં 200 આસપાસ લોકોને જમાડી માનવતાનો સાચો ઉદાહરણ પૂરું પાડ્યું