યુવરાજસિંહની ધરપકડ ના મામલે થરાદ માં અપાયું આવેદન પત્ર

થરાદ, બનાસકાંઠા - દેવરામભાઈ મિસ્ત્રી

યુવરાજ સિંહ ની ધરપકડ ને લઈને થરાદ માં યુવાનો દ્વારા નાયબ કલેકટર ની કચેરીમાં અપાયું આવેદન પત્ર યુવરાજસિંહ ને મુક્ત કરવા અને તેમની સામે લગાવેલી કલમો પરત ખેંચવાની રજુઆત  થરાદના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત અને યુવાનો દ્વારા કરવા માં આવી હતી રજૂઆત સમયે મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. વિદ્યાસહાયક ઉમેદવારો ના મદદે ગયેલ યુવરાજસિંહ ની પોલીસે 5 એપ્રીલ ના રોજ ગાંધીનગર થી ધરપકડ કરી હતી.