વાવ, બનાસકાંઠા
વાવ તાલુકાના આછુંવા ગામે પરિણીતાએ અગમ્ય કારણોસર ખેતરમાં બાવળની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેને લઇ વાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાવના આછુંવા ગામના નિલાંબેન મેવાભાઈ પરમાર (ઉં.વ.આ.46) એ અગમ્ય કારણોસર ખેતરમાં બાવળની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.જેને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. જેની જાણ વાવ પોલીસને કરાતા વાવ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને વાવ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો. વાવ રેફરલ ખાતે વાવ મામલતદાર પણ દોડી આવ્યા હતા. પિયરજનો દ્વારા દિકરીને સાસરીપક્ષ દ્વારા મરવા મજબૂર કર્યાના આક્ષેપો કરાયા હતા. વાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.