કેનાલમાં આઠ પુત્રીઓ સાથે પડવા માટે દોડી આવી મહિલાને બચાવવામાં આવ્યા


 સુઇગામ તાલુકાના બેણપની મહિલાને પતિગૃહે અસહ્ય ત્રાસ બાદ હવે જીવવાનો કોઇ આરો નહી હોઇ કેનાલમાં આઠ પુત્રીઓ સાથે પડવા માટે દોડી આવી હતી. જોકે, તેને અટકાવી પાલનપુર મોકલી આપવામાં આવી હતી. સુઇગામના બેણપ ગામે 30 વર્ષ પહેલાં દશરથભાઈ પંડ્યા સાથે પરણાવેલી ચંપાબેન ઉ.વ.48ને લગ્નજીવનમાં સંતાનમાં 10 પુત્રીઓનો જન્મ થયો હતો. જોકે, તેનો પતિ દારૂ પીને તુ ભમરાળી છે. પુત્ર થતો નથી તેમ કહી ત્રાસ ગુજારતો હતો.સસરા રાયચંદભાઇ પણ ચડામણી કરતાં હતા. અને જો રૂપિયા એક લાખ લીધા વગર પાછી આવીશ તો મારી નાખીશ અને હું પણ મરી જઈશ તેવી ધમકીઓ આપી હતી આથી તેણી આઠ પુત્રીઓ સાથે થરાદ આવી સમાજસેવિકા શારદાબેન ભાટીને પોતાની પુત્રીઓ સાથે પતિના ત્રાસથી કેનાલમાં પડવાની વાત કરી હતી.