દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયત્રામાં પથ્થરમારો , તલવાર અને ગોળીઓ પણ ચાલી ; પોલીસના અનેક જવાન ઘાયલ
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો છે . મળતી માહિતી મુજબ ઉપદ્રવિઓએ પથ્થરમારો કર્યા બાદ કેટલીક જગ્યાએ આગ પણ લગાડી હતી . તેમજ તલવાર અને ગોળીઓ ચલાવવાની માહિતી પણ સામે આવી રહી છે . હુમલા બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે . પથ્થરમારાની આ ઘટના કુશલ સિનેમા પાસે થયો . જે બાદ ત્યાં હોબાળો થઈ ગયો છે . અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે . તો કેટલાંક પોલીસવાળા પણ ઘાયલ થઈ ગયા છે . જે બાદ મોટી સંખ્યામાં પોલીસની ટુકડી મોકલવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે . ફોર્સ વિસ્તારમાં માર્ચ કરી રહી છે . હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે . વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વીટ કરી જણાવ્યું કે હનુમાન જયંતીની શોભાયાત્રામાં ઈસ્લામિક ચરમપંથીઓએ હુમલો કર્યો . હુમલામાં ફાયરિંગ અને પથ્થરમારાના સમાચાર છે , જેમાં પોલીસ કર્મચારી સહિત અનેક લોકો ઘાયલ થયા છે . VHP પ્રવક્તા વિનંદ બંસલે ટ્વીટ કરી લખ્યું કે , ' દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રામાં ઈસ્લામિક જેહાદીઓએ પથ્થર , તલવાર અને ગોળીઓ ચલાવી . ' આસામમાં 6 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ , અલકાયદા બાંગ્લાદેશ નેટવર્ક સાથે જોડાયેલા છે તાર આસામના બારપેટ જિલ્લામાં શનિવારે 6 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરાઈ છે . જેમના બાંગ્લાદેશમાં અલકાયદા નેટવર્ક સાથે સંબંધ છે . એસપી અમિત્વા સિન્હાએ કહ્યું કે આ સંદિગ્ધ આતંકીઓને હાઉલીના એક મદરેસામાંથી પકડવામાં આવ્યા છે . તેમના સંબંધ ' અલકાયદા ઈન ઈન્ડિયન સબ કોન્ટિનેટ ' ( AQIS ) થી છે . જેને 4 માર્ચે પકડવામાં આવેલા એક જેહાદીની માહિતીના આધારે પકડવામાં આવ્યા છે . તેમના અલકાયદાના મોહમ્મદ સુમન સાથે સીધો સંબંધ છે .

