વાવ-સુઇગામ નેશનલ હાઇવે પર આવેલ નર્મદા કેનાલના પુલ નજીક શનિવારે બપોરના સમયે એક ટ્રેઇલર પલ્ટી મારી જતા ટ્રેઇલર ચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. રાજસ્થાન તરફથી ચીનાઈ માટી ભરી ટ્રેઇલર વાવ વાયા સુઇગામ તરફ શનિવારે બપોરે જતું હતું. ત્યારે વાવ-સુઇગામ નેશનલ હાઇવે પર આવેલ નર્મદા કેનાલના પુલ નજીક ટ્રેઇલર ચાલકે સ્ટ્રેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેઇલર પલ્ટી મારતાં ચાલક નીચે આવી જતા ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.
ઘટના સ્થળે આજુબાજુથી લોકો દોડી આવી 108 ને જાણ કરતા વાવ 108ના પાયલોટ પ્રભુભાઈ ચૌધરી અને ઇએમટી નિતેષભાઈ ઘટના સ્થળે દોડી જઇ ટ્રેઇલર ચાલકને વાવ રેફરલ ખાતે ખસેડાયો હતો. 108 ના પાયલોટ પ્રભુભાઈ ચૌધરી અને ઇ એમ ટી નિતેષભાઈ પંડ્યાએ 9990 રોકડ મોબાઈલ અને પર્સ પોલીસને સુપ્રત કર્યા હતા. ટ્રેઇલર ચાલકના પાસેથી મળેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ રમેશકુમારનું મળી આવ્યું હતું. જ્યારે ઓળખીતા લોકોએ તેનું નામ પ્રકાશભાઈ હોવાનું જણાવ્યું હતું.
