નવી દિલ્હીઃ
પૂર્વ ભારતીય ક્રિકેટ વિવેક રાઝદાને વિરાટ કોહલી વિશે મોટો ખુલાસો કરતાં કહ્યું કે કોહલીએ ભારતીય ટીમના કેપ્ટન તરીકે કયારેય ફલાઈટમાં બિઝનેસ કલાસની મુસાફરી કરી નથી. ફલાઈટમાં કેપ્ટન અને કોચ માટે બિઝનેસ કલાસમાં બે સીટી બુક કરવામાં આવે છે. પરંતુ કોહલીએ કયારેય તેનો ઉપયોગ કર્યો નથી. તે હંમેશા તેના સાથીદારો સાથે ઈકોનોમી કલાસમાં રહેવાનું પસંદ કરે છે. કોચ સિવાય બિઝનેસ કલાસ સીટ પર હંમેશા બોલર રહેતો હતો. ઈશાંત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી તો કયારેક રવિચંદ્રન અશ્વિનને આ સીટ પર સ્થાન મળતું હતું.
