પ્રશાંત કિશોરે પોતે ટ્વીટ કર્યું હતું
પ્રશાંતે લખ્યું છે - મેં એમ્પાવર્ડ એક્શન ગ્રુપનો ભાગ બનવા, પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. મારા મતે પક્ષની આંતરિક સમસ્યાઓ ઉકેલવા માટે કોંગ્રેસને મારા કરતા વધુ નેતૃત્વ અને મજબૂત ઈચ્છાશક્તિની જરૂર છે.6 કમિટીઓની રચના કરવામાં આવી છે
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સોમવારે કહ્યું હતું કે એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ નક્કી કરશે કે 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિ શું હશે. 10 જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 6 નવી કમિટીઓની રચના કરવામાં આવી છે.
આ તમામ 6 કમિટીઓના અલગ કન્વીનર તરીકે મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અમરિંદર સિંહ વારિંગ કામ કરશે.
કમિટીએ કિશોરની એન્ટ્રી અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો
સોનિયા ગાંધીએ પ્રશાંતની રજૂઆત અને તેમના પક્ષમાં જોડાવા અંગે વિચારણા કરવા માટે કોંગ્રેસના નેતાઓની એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ પાર્ટી અધ્યક્ષ સોનિયાને રિપોર્ટ સુપરત કર્યો હતો. પ્રશાંત અંગે નિર્ણય લેવા માટે કમિટીના સભ્યો કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને પ્રિયંકા ગાંધી વાડ્રા 10 જનપથ ગયા હતા.
કમિટી એવું પણ ઇચ્છતી હતી કે પ્રશાંત પોતાને અન્ય તમામ રાજકીય પક્ષોથી દૂર રાખે અને પોતાને સંપૂર્ણપણે કોંગ્રેસમાં સમર્પિત કરે. પ્રશાંત કિશોરે સૂચવ્યું હતું કે કોંગ્રેસ, મમતા બેનર્જીની TMC અને કેસીઆરની TRS જેવી પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું જોઈએ.
પ્રેઝન્ટેશન આપ્યા બાદ PKનો નિર્ણય બદલાયો
PKએ કોંગ્રેસને 600 પાનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્તામાં પાછા ફરવા માટે પાર્ટીએ શું કરવું પડશે. જો કે કોંગ્રેસના ઘણા દિગ્ગજોને પહેલેથી જ પ્રશાંતના સુચનોથી અવગણના હતી. તેઓ ખુદ હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરના ઘરે 2 દિવસ રહ્યા હતા.
