- કૌટુંબિક ભાઇ -બહેનનો સંબંધ થતો હોઇ યુવતીને પામી ન શકતાં હત્યા કરી
- પ્રેમિકાની હત્યા પછી પ્રેમીએ જાતે જ ગળા ઉપર કુહાડી મારી આપઘાતનો પ્રયાસ કર્યો
- વાવ, વાવ તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં ભાગથી ખેતર વાવતાં રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના ભાડો ગામના યુવકે તેની પ્રેમિકાને બાજરીના પાકમાં લઇ જઇ કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી. જે પછી પોતાની જાતે કુહાડીથી પોતાના ગળે ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વાવના પ્રતાપપુરા ગામે રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના ભાડો ગામના હરજીભાઈ માજીરાણાનો પરિવાર આશરે દશ વર્ષથી ભાગિયા તરીકે રહે છે. તેમનો પુત્ર લુભેશ માજીરાણા(ઉ. 25)એ બે માસ અગાઉ બાજુના ખેતરમાં બાજરીનું વાવેતર કર્યું હતું ત્યાં મંગળવારની રાતે ખીમાણાવાસ ગામે અરજણભાઈ રબારીના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા રાજસ્થાનના કાંનાભાઈ માજીરાણાની પુત્રી લાશુબેન (23)ને બાજરીવાળા ખેતરમાં બોલાવી હતી. અને ખીજડાના ઝાડ નીચે ગળાના ભાગે કુહાડીના બે થી ત્રણ ઘા મારી કરપીણ હત્યા કરી હતી. તેમજ લુભેશે પણ પોતાની જાતે ગળાના ભાગે કુહાડી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને 108 દ્વારા સારવાર અર્થે થરાદ અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી યુવતીના મૃતદેહ ને વાવ રેફરલ ખાતે પી એમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ઘટના સ્થળેથી કુહાડી લોહીના ડાગ સાથે બે મોબાઈલ, પાણીની બોટલ, યુવકના ચપ્પલ મળી આવ્યા હતા.ખીમાણાવાસ સીમમાં બે યુવકો બાઈક લઈ યુવતીને લેવા આવ્યાખીમાણાવાસ ગામના અરજણભાઈ રબારીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે આખો દિવસ ખેતી કામ કરી રાતે આઠ વાગે લાશુબેન રસોઇ બનાવવા ગયેલ હતી.
પછી ત્યાં ન મળતા તપાસ કરતા ખેતરે બાઈકના ટાયર તેમજ બે વ્યક્તિઓના પગના નિશાન મળી આવ્યા હતા. તે ઢાંકી દેવામાં આવ્યા છે. બે શખ્સો તેણીને બાઈક પર લઈ ગયા હોવાની આશંકા સેવાઇ હતી.યુવકે જ યુવતીની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું આ અંગે ઇન્ચાર્જ પી એસ આઈ કે. જી. પરમારે જણાવ્યું હતું કે, પ્રતાપપુરા ગામે પ્રાથમિક તપાસમાં યુવકે યુવતીની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ તેવું જણાઈ આવે છે. યુવકને સારવાર અર્થે ખસેડાયો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમિકાને પામી નહી શકાય તેવું વિચારી હત્યા કરી
રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા તાલુકાના અરટી ગામના લાશુબેનના પિતાકાંનાભાઈ માજીરાણા યુવક લુભેશના પિતા હરજીભાઈ માજીરાણા કૌટુમ્બિક ભાણેજ થતાં હતા. જે નાતે યુવક - યુવતી પણ કૌટુમ્કિક ભાઇ- બહેન થતાં હતા. આથી તેણીને પામી શકાશે નહી તેમ વિચારી હત્યા કરી હતી. અને પછી જાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બંનેના લગ્ન નક્કી થઈ ગયા હતા
યુવકના પિતાએ જણાવ્યું હતું કે, એક દિવસ પછી લુભેશના લગ્ન હતા. જેની જાન હાથલા ગામે જવાની હતી. જ્યારે યુવતીના પણ દશ દિવસ પછી લગ્ન થવાના હતા. યુવતીએ લગ્નના કપડા પહેરી ખેતરમાં મળવા ગઇ હતી.