નડાબેટ, બનાસકાંઠા
ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા સુઇગામના યાત્રાધામ નડાબેટનો ટુરિઝમ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.125 કરોડ ઉપરાંતના ખર્ચે BSFની થીમ પર રણની કાંધીએ જુદા જુદા થીમ પાર્ક ઉભા કરાયા છે જેને રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરશે. વર્ષે દહાડે હજારો ભક્તો અને સહેલાણીઓ નડાબેટમાં બિરાજમાન નડેશ્વરી માતાજીના દર્શનાર્થે આવે, અને ભારત પાક.આંતરરાષ્ટ્રીય સીમાની મુલાકાત લે તે માટે નડાબેટને ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.જે વિકાસ કામોની કામગીરી પૂર્ણ થતાં તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેદ્ર મોદી આવવાનું ચર્ચાતું હતું આખરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રવિવારે ઉદ્ઘાટન થશે. રામનવમીના દિવસે શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજકીય નેતાઓ હાજર રહેશે.
