ડીસા: બગીચા માં લાગી આગ!



 બનાસકાંઠામાં ડીસા નગરપાલિકા દ્વારા 2018માં તૈયાર કરવામાં આવેલા બગીચામાં આજે સોમવારે બપોર બાદ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જ માહિતી મળી નથી. પરંતુ આગની ઘટના બનતાં અફડા તફડીનો માહોલ સર્જાતાં લોકોના ટોળેટોળાં જોવા મળ્યા હતા. પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આખે આખો બગીચો આગની ચપેટમાં આવી જતા બળીને રાખ થઈ ગયો હતો.