થરાદ, અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આપઘાતના બનાવનો યથાવત રહેવા પામ્યા છે. થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. તાલુકાના ભાપી ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાંથી મૃતદેહ બહાર કઢાયો. નગરપાલિકા ફાયર ટિમ દ્વારા ચાર કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કઢાયો.મૃતક યુવક ડાહ્યાભાઈ કાનજીભાઈ પટેલ રહે પીલૂડા તાલુકો થરાદ હોવાનું જાણવા મળ્યુ. આપઘાત કરનાર મૃતક યુવકનું કારણ અકબંધ.

