હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા


ગુજરાત, સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે.હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી.