અધીરાની એક્શનઃ સંજય વધુ બે ફિલ્મ એક સાથે કરશે

 


સંજય ગુપ્તાએ આતિશ, જિંદા અને કાંટેમાં સંજય દત્તનું ડિરેક્શન કરેલું છે... 

કેજીએફ 2 સતત સફળતાના નવા સોપાન સર કરી રહી છે. 600 કરોડથી વધુનું કલેક્શન કરનારી આ સુપરહિટ ફિલ્મે આખા દેશમાં ધમાલ મચાવી છે. આ ફિલ્મમાં સુપર સ્ટાર યશે રોકી અને સંજય દત્તે અધીરાનો રોલ કર્યો છે. આ બંને સ્ટાર્સની એક્ટિંગના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. અધીરાના રોલમાં ફાઈટિંગ સીન્સ કરનારા સંજય દત્તે પોતાની અપકમિંગ ફિલ્મ એનાઉન્સ કરી છે. આરઆરઆર અને બાહુબલિને ટક્કર આપનારી આ ફિલ્મની સક્સેસ અંગે વાત કરતાં અધીરા ઉર્ફે સંજય દત્તે કહ્યું હતું કે, તેઓ ફેમસ ડિરેક્ટર સંજય ગુપ્તા સાથે આગામી ફિલ્મ કરવાના છે. અમે બંને ભેગા થઈને કેટલાક મહિનામાં એક ફિલ્મ તૈયાર કરીશું. સંજય દત્ત અને સંજય ગુપ્તાએ અગાઉ આતિશ, જિંદા અને કાંટે જેવી ફિલ્મો સાથે કરી છે. આ તમામ ફિલ્મમાં એક્ટિંગ અને ડિરેક્શનના ભરપૂર વખાણ થયા હતા. આ જોડીની વધુ એક ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ ફિલ્મની સ્ટોરી અથવા કેરેક્ટર અંગે ખાસ ડીટેઈલ બહાર આવી નથી.