યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

 


હર્ષ સંઘવીએ સ્ટોન આર્ટીઝન પાર્ક, 51 શક્તિપીઠ પરિક્રમા, માંગલ્યવન અને કુંભારીયા જૈન દેરાસરની મુલાકાત લીધી

સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. જેમાં કલેક્ટર આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ. મંત્રીએ સ્ટોન આર્ટીઝન પાર્ક, ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા કરીને તેલીયા નદીનું નિરીક્ષણ કર્યું હતું. શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. ગૃહ રાજ્ય મંત્રીનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતુ. યાત્રાધામ અંબાજીની મુલાકાત દરમિયાન મંત્રીએ સ્ટોન આર્ટીઝન પાર્ક, ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા કરીને તેલીયા નદીનું નિરીક્ષણ કર્યું હતુ. ત્યારબાદ માંગલ્યવન અને પ્રસિદ્ધ કુંભારીયાના જૈન દેરાસરની મુલાકાત લીધી હતી.