મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયુ
રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થયો વધાર
- આગામી દિવસોમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. તથા રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થયો છે. જેમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. તથા 16થી 17 એપ્રીલે હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી છે.
રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થયો વધારો
મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયુ છે. જેમાં અમદાવાદમાં તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું છે. તથા 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઉંચકાશે. તથા 16 અને 17 એપ્રિલે હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી છે.
આગામી દિવસોમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડી રહી છે. જેમાં તાપમાન 42.2 ડિગ્રી થયુ છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર થયુ છે. તેમાં ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોધાઈ છે. અમદાવાદમાં ગુરૂવારે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ, જે રાજ્યના અન્ય શહેરોકરતાં વધુ નોંધાયુ હતુ.
મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. ઉત્તર ગુજરાતના ડીસામાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોધાયુ હતુ. બીજી તરફ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અને શનિવાર એમ બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હિટવેવની શક્યકતાઓ છે.
