પાલનપુર,
પાલનપુરના જી.ડી.મોદી કોલેજ કેમ્પસમાં હથિયારો સાથે ઘુસી આવેલા ટોળાએ એક વિદ્યાર્થી પર પાઇપ અને ચપ્પુ વડે હુમલો કરી આંગળી કાપી નાખવાના બનાવમાં જગાણાના બે યુવક સહિત છ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પાલનપુર ની જી.ડી.મોદી કોલેજમાં મંગળવાર ની સવારે ૧૧.૩૦ વાગ્યાના સમયે તીક્ષ્ણ હથિયારો સાથે યુવકોનું ટોળું ઘુસી આવ્યું હતું. જે ટોળામાં જગાણા ગામના સ્મિત ચૌધરી તેમજ રાહુલ ચૌધરી અને બીજા ત્રણ ચાર યુવકો ભેગા મળી કોલેજ કેમ્પસમાં બી.એ.સેમ ફોરની પરીક્ષા આપીને પરત ફરી રહેલા કુંભલમેર ગામના૧૯ વર્ષીય વિદ્યાર્થી હિમાલય ગોવિંદભાઇ ભાટીયાને કેન્ટીનમાં થયેલા મેટર અંગે તેને અપશબ્દો બોલી ગદડા પાટુનો માર મારી પાઇપ વડે હુમલો કર્યો હતો અને હાથના ભાગે ચાકુ મારી આંગળી કાપી નાખી હતી. જેને લઈ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે હિમાલય ભાટીયાએ જગાણાના બે યુવક સહિત છ યુવકો પર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
