થરાદ
થરાદના શેણલ નગર સોસાયટીમાં શ્રી ધરણીધર ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠાનું રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકીત સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમની શરુઆત થાય તે પહેલાં હકાભા ગઢવીએ મોગલ ધામ થરાદ ખાતે દર્થન કરી અને ધન્યતા અનુભવી હતી. અને ખૂબ જ આનંદ પણ વ્યકત કર્યો હતો.
