થરાદ, બનાસકાંઠા. અહેવાલ દેવરામભાઈ મિસ્ત્રી
નર્મદાની મુખ્ય નહેર ઉપર મુકવામાં આવેલ સબમર્સીમલ પંપ ,મશીન,બકનળી દૂર કરવા ખેડૂતોને કરાઈ તાકીદ.સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગામડાઓના સરપંચ,તલાટીને પત્ર લખી કરાઈ તાકીદ.નર્મદાની મુખ્ય નહેર સાંકળ 375.881 કિમીથી 406.162 કિમી વચ્ચે વહેતો પાણીનો પ્રવાહ ફક્ત પીવાના પાણી માટે વહી રહ્યો હોવાથી તેની સીમામાં આવતા ખેડૂતોને સિંચાઇની પાણી આપી શકાય તેમ નથી.જેથી નર્મદાની મુખ્ય નહેર ઉપર આવતા તાબા હેઠળની ગ્રામપંચાયતો દ્વારા ખેડૂતો દ્વારા મુકવામાં આવેલ મશીનો હટાવવા કરાઈ તાકીદ.જો બે દિવસમાં તમામ પાણી ખેંચતા મશીનો પાઇપો નહિ હટે તો કાયદેસરની કાર્યવાહી કરશે નર્મદા નિગમ..

