ગુજરાત, જુનાગઢ
જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ઉમિયા માતાજીના 14માં પાટોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી આ પાટોત્સવમાં વર્ચ્યુઅલ હાજરી આપી છે.
આ પાટોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબોધન કરતા જણાવ્યું કે, ‘મા ઉમિયાએ આપણને અહિયાં ભેગા કર્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે પણ તેઓ અહીં સંબોધન કરવાના છે.
વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી કે, ‘આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાંઠીલામાં કડવા પાટીદારના કુળદેવી આદ્યશક્તિ મા ઉમાનો પાટોતસ્વ કાર્યક્રમ હતો.
