ગુજરાત
7મી એપ્રિલે આપ નેતા યુવરાજસિંહ જાડેજા ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો.જેથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈ પણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે.
.jpeg)