વાવ, બનાસકાંઠા.
બનાસકાંઠા જિલ્લાના વાવમાં વાવ સ્ટેટ રાજવી શ્રીગજેન્દ્રસિંહના ઘરે વાવ સ્ટેટની નવી રાજગઢીનું વાસ્તુ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા પૂર્વ મંત્રી શ્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા બનાસ ડેરીના ચેરમેન શ્રીશંકરભાઈ ચૌધરી સહિત રાજસ્થાનના રાજવીઓ પણ હાજર રહ્યા હતા નવી રાજગઢવીના વાસ્તુ પ્રસંગે જાગીરદાર સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
વાવ સ્ટેટની નવી રાજગઢીના પ્રસંગે આવેલા રાજવીઓએ રાજાઓના જમાનાની વાતોને વાગોળી હતી રાજગઢી એટલે રાજાઓની બેઠકની વ્યવસ્થા જ્યાંથી સ્ટેટનો વહીવટ અને કારભાર થતો હતો વાવ સ્ટેટ માં આવેલી જૂની રાજ ઘટીને 400 વર્ષ વીતી ગયા છે જેનું નવીનીકરણ કર્યું અને રાજગઢીનું નિર્માણ કરવામાં આવ્યું રાજગઢીના વાસ્તુ પ્રસંગે રાજકિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં જાગીરદાર સમાજ ના આગેવોનો જોડાયા હતા સંતો મહંતો અને રાજકીય નેતાઓ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
નવી રાજગઢીના નિર્માણ ને લઈને જાગીરદાર સમાજ માં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પહોંચ્યા હતા જોકે વંશ પરંપરાગત કાર્યભાર સંભાળતા હાલના રાજવી ગજેન્દ્રસિંહ આ રાજગઢી નિર્માણમાં ચાર ચાંદ લગાવ્યા છે.


