આગથળા પોલીસે બાઈક ચોર ઈસમ ને ઝડપ્યો

 

આગથળા.

આગથળા પોલીસે ચોરેલા બાઇક સાથે યુવકને ઝડપી પાડ્યો.

ગાંધીધામ કચ્છ ખાતેથી કરી હતી બાઇકની ચોરી.પેટ્રોલિંગની કામગીરીમાં પોલીસને મળી સફળતા.

ચેકરા ધૂંણસોલ ત્રણ રસ્તા પરથી ઝડપાયો બાઇક ચોર ઇસમ.

 આવતા મોટરસાયકલ ચાલકને અટકાવી કરી હતી પૂછપરછ.

સાધનિક આરટીઓ રજિસ્ટ્રેશન કાગળો નહિ હોવાથી ખુલ્યો ભેદ.દશરથ હરી મજીરાણા(ભીલ) રહે ચેકરા તાલુકો લાખણીનો બાઇક ચોરને ઝડપી જેલના હવાલે કરાયો.ચોરી કરીને બાઇક ઉપર વટ પાડતો લાખણી તાલુકાનો ઇસમ પોલીસના પાંજરે પુરાયો.પ્રકાશ માલાજી રાણા રહે નવી સુંદરપુરી સોસાયટી ગાંધીધામ કચ્છ વાળાનું બાઇક હોવાનું જાણવા મળ્યું.બાઇક ચોર ઇસમ સામે આગથળા પોલીસે વધુ પૂછપરછ સાથે કાર્યવાહી હાથ ધરી.