વૉટસએપમાં અશ્લિલ વીડિયો ક્લિપ મુકનાર લાખણીના ગોળીયાના શખ્સ સામે ફરિયાદ


લાખણી, 

આગથળા પોલીસે છગનજી ગોળીયાના એક શખસને જાહેરમાં પોર્નોગ્રાફી વિડીયો જોતાં ઝડપી લીધો હતો. તેમજ તેની સામે આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આગથળા મથકના પોલીસકર્મીઓ મંગળવારે મહેન્દ્રસિંહ વસનાજી, લખમીરાંમ માંનાભાઇ, વિનોદભાઇ માધાભાઇ વિગેરે આગથળા બસસ્ટેશન ઉપર વાહનચેકીંગની કામગીરી દરમિયાન એક શખસ જાહેરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વિડિયો જાહેરમાં પોતાના મોબાઇલ ફોનમાં જોતાં જણાયો હતો. આથી કર્મચારીઓએ પીએસઆઇ પીએન જાડેજાને વાત કરતાં તેમણે પંચો સાથે આવીને ઉત્તમભાઇ અભાભાઇ ખોલવાડીયા (ઠાકોર) (રહે.છગનજી ગોળીયા તા.લાખણી)નો મોબાઇલ કબજે લીધો હતો.તેમજ તેના મોબાઇલમાંથી બે ફોલ્ડરમાંથી સેંટ આઇટમમાંથી અલગ અલગ કુલ 209 જેટલી વિડીયો મળી આવી હતી. જે પૈકીની મોટાભાગની પોર્નોગ્રાફી MP4 ફાઇલો મળી આવી હતી. જે તેણે તેના મોબાઇલમાં રહેલા Taim pass lavana (ટાઇમપાસ લવાણા) નામના ગૃપ તેમજ અન્ય વૉટસએપ ગૃપોમાંથી આવતાં ડાઉનલોડ કરી હતી. તેમજ તે પૈકીની કેટલીક પોતાના મિત્ર વર્તુળમાં પણ મોકલી હતી.આથી પોલીસે ઉપરોક્ત ગૃપના એડમીન તેમજ આવી ક્લિપ જોનાર તમામને ચેક કરવાની પણ તજવીજ હાથ ધરી હતી.પોલીસે ઉત્તમભાઇનો રૂપીયા 1000ની કિંમતનો ફોન મેમરી તથા સીમકાર્ડ સાથે તપાસાર્થે કબજે લીધો હતો. તેમજ પોતાના ફોનમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતો (જાતીય કાર્યો કરતો સપષ્ટ જણાઇ આવતો) વિડીયો વૉટસએપમાં અપલોડ કરવા બદલ અને તેના મોબાઇલની ગેલેરીમાંથી મળી આવવા બદલ પોલીસસે તેની વિરૂધ્ધમાં આઇપીસી 294(બી) તથા આઇટીએક્ટ 2000ની કલમ 67(એ), 67 (બી) મુજબ ગુનો દાખલ કરી તેને નજરકેદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને લઇને ચકચાર મચવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પુર્વે પોલીસે ભાવાભાઇ મકનાજી પટેલ (રહે.કોટડા તા.લાખણી) સામે પણ આ પ્રકારના કૃત્ય બદલ ગુનો દાખલ કર્યો હતો.