થરાદ, બનાસકાંઠા. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદ તાલુકાના રાણેશરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સામે દૂધ ઉત્પાદકોના ઉઠ્યા આક્ષેપો. દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના દૂધ ઉત્પાદકોએ આક્ષેપો કર્યા છે. દૂધ મંડળીમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવનાર ગામના દૂધ ઉત્પાદક કસ્ટમબરોનું દૂધ લેવાનું મંત્રીએ બંધ કર્યું છે. જાગૃત દૂધ ઉત્પાદકોનો અવાજ દબાવવા દૂધમાં તેલ જેવું પ્રવાહી હોવાનું જણાવી મંત્રીએ દૂધ લેવાનું બંધ કરતાં દૂધ ઉત્પાદકોમાં રોષ. દૂધ મંડળીમાં સુપરવિઝન ચેકીંગ સમયે 31 લીટર દૂધની ઘટ્ટ પડી હતી. દૂધ મંડળી મંત્રી દ્વારા દૂધમાં પાણી નાખતો હોવાના દૂધ ઉત્પાદકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મંડળીમાં સીસીટીવી કેમેરા માત્ર શોભના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા લગાવ્યા તો ડેટા સેવ રેકોર્ડિંગ કેમ બંધ છે તેવા અનેક પ્રકારના મંત્રી સામે ઉઠી રહ્યા છે સવાલો. રાણેશરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બાપ મંત્રી તો બેટો સહમંત્રી આ તે કેવી લીલા. દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સહિત સુપરવાઈઝરની સાંઠગાંઠ થી ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું દૂધ ઉત્પાદકો દાવો કરી રહ્યા છે. જાગૃત દૂધ ઉત્પાદકોની બોલતી બંધ કરવા દૂધ મંડળીના મંત્રી દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે તેવો પશુ પાલક દૂધ ઉત્પાદકો જણાવી રહ્યા છે. દૂધ મંડળીઓમાં ભ્રષ્ટાચાર આચરનાર મંત્રીઓ સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તે એક સવાલ બન્યો છે. દૂધની ઘટ્ટ પડતાં મંત્રીએ બચવા માટે અનેક પ્રકારના કિમીયા ઘડ્યા છે. દૂધ ઢોળાઈ ગયું છે દૂધ મોત પ્રસંગમાં વેચાણ આપ્યું છે તેવા સવાલો તો કર્યા પણ મંત્રીને પ્રુફ આપવામાં ભાંગી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સાચી દિશામાં ઊંડી તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે ....

