થરાદ ના નવા રામજી મંદિર ખાતે રામનવમની ઉજવણી કરાઈ

 












થરાદ,           અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદના નવા રામજી મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામ ની મહાઆરતી કરી અને ઉજવણી કરવામાં આવે છે. જેમાં રામનવમીના દિવસે નવા રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને  શ્રી રામ ભગવાનની મહાઆરતીનો લાભ લીધો. દર વર્ષે રામનવમીના દિવસે થરાદ ખાતે નવા રામજી મંદિરના  શ્રી રામ ભગવાનની મહા આરતીનું શ્રી રામ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે