એકતા પરમો ધર્મ - સ્વામી સચ્ચિદાનંદજી

 


થરાદ,            અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી

એક કર્મયોગી સંત,સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે.સ્વામીજી એક સમાજ સુધારક,માનવતાવાદી, તત્વજ્ઞાની,માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ “પંથ” અથવા “સંપ્રદાય”ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદ જી મહારાજ ને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ (સાહિત્ય અને શિક્ષણ) એવોર્ડ આપવામાં આવ્યો છે આ નિમિત્તે થરાદ ખાતે એમનું બનાસકાંઠા જિલ્લા ના સંસદ પરબતભાઇ પટેલ અને થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ વાવ અને સુઇગામ ના રાજપૂત એકતા સંગઠન અને ડી.ડી રાજપૂત થરાદ apmc ,થરાદ ડોક્ટર એસોસિએશન સહિત વિવિધ સંગઠનો સન્માન પત્ર સહિત મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા .